HomeGujaratહવે તો શરમ કરો, કોરોનાના વધતા કેસો વચ્ચે ગોંડલમાં ભાજપનું શક્તિ પ્રદર્શન

હવે તો શરમ કરો, કોરોનાના વધતા કેસો વચ્ચે ગોંડલમાં ભાજપનું શક્તિ પ્રદર્શન

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સરકાર દ્વારા આજે બપોરે 10મી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ તેમજ અમદાવાદના ફ્લાય ઓવર અને તમામ સરકારી કાર્યકરો તથા પંતગોત્સવની ઉજવણી મોકુફ કરી દેવાઈ છે. ત્યારે કોરોનાના કેસોની વચ્ચે ગોંડલમાં આજે ભાજપનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજકોટના ગોંડલમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં આશાપુરા ચોકડીથી માર્કેટિંગ યાર્ડ સુધી બાઈક રેલી યોજાઈ હતી. આ શક્તિ પ્રદર્શનમાં મંત્રી અરવિંદ રૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ગોંડલમાં પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં કોરોનાના સંક્રમણ વચ્ચે નેતાઓ દ્વારા રાજકીય તાયફાઓ કરી રહ્યાં છે.

આ શક્તિ પ્રદર્શનમાં ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરવા માટે કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. તો બીજી તરફ કોરોનાના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામાન્ય માણસ ઉપર પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે તો રાજકીય રેલીઓમાં થઈ રહેલા નિયમોના ઉલ્લંઘન સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં પણ રોષ ફેલાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW