HomeGujaratCentral Gujaratપતિના મોબાઈલમાં પ્રમિકાના મેસેજ, કોમ્પ્યુટરમાં ફોટાને જોઈ ચોંકી ગઈ પત્ની પછી….

પતિના મોબાઈલમાં પ્રમિકાના મેસેજ, કોમ્પ્યુટરમાં ફોટાને જોઈ ચોંકી ગઈ પત્ની પછી….

સમાજમાં પતિ, પત્ની અને વોના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરને જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે પારિવારિક જીવનમાં તિરાડ પડવાનું મોટું જોખમ ઊભું થાય છે. મહાનગરમાં કરિયાવરના દુષણથી અનેક યુવતીઓના સંસારમાં તીરાડ પડી છે. આવી કેટલીય ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. અમદાવાદના શાહીબાદ વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન જે પરિવારમાં થયા હતા ત્યાં કરિયાવરના ખોટા દુષણને કારણે સંસારમાં મોટી તીરાડ પડી ગઈ.

પત્નીએ એના પતિના મોબાઈલમાં પ્રેમિકાના મેસેજના વાંચ્યા હતા. એટલું જ નહીં કોમ્પ્યુટરમાં પ્રેમિકાના સાથેના ફોટો જોઈને તે ચોંકી ગઈ હતી. પતિનો અન્ય સ્ત્રી સાથેના સંબંધોન ભાંડો ફૂટી ગયો હતો. પછી પતિ અને પત્ની વચ્ચે ઘર્ષણ થયું હતું. અંતે પતિ એને સ્વીકારવા માટે તૈયાર ન થતા અંતે છૂટાછેડા માટે દબાણ કરવામાં આવ્યું હતું. 28 વર્ષની મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ગત વર્ષે આ યુવતીના લગ્ન થયા હતા. બે મહિના સુધી બધુ સારૂ ચાલ્યું હતું. પણ પછી ઘરકામની નાની નાની બાબતમાં મહિલાને પરેશાન કરવામાં આવતી હતી. સાસરિયા પક્ષ તરફથી કરિયાવરની માંગ કરવામાં આવતી હતી. એક દિવસ પત્નીએ એના પતિના મોબાઈલમાં અન્ય સ્ત્રી સાથેના મેસેજ તથા કોમ્પ્યુટરમાં ફોટા જોઈ લીધા હતા. તેથી પતિ અને પત્ની વચ્ચે તકરાર થઈ ગઈ હતી. બીજી બાજુ સાસરિયાવાળા યુવતીને કોઈ રીતે રસોડામાં જવા દેતા ન હતા. તારા હાથનું કામ ગમતું નથી એવું કહીને માનસિક તથા શારીરિક આપતા હતા. એટલું નહીં પતિએ બધાની હાજરીમાં યુવતીને લાફાવાળી પણ કરી હતી.

આ કારણે યુવતી પોતાના પીયરમાં રહેવા માટે ચાલી ગઈ હતી. થોડા સમય બાદ પતિ એને લેવા માટે આવ્યો ન હતો. પછી છૂટાછેડાનું દબાણ કરતા આખરે કંટાળીને યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તથા સાસરિયાવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં યુવતીની ફરિયાદ લઈને પતિ તેમજ સાસરિયાવાળાની પૂછપરછ શરૂ કરી દીધી છે. આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ ઘરકંકાસના કેસમાં યુવતીને ભોગવવું પડ્યું હોય એવા અનેક કેસ સામે આવેલા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW