HomeGujaratસોમવારે વધુ 12 દર્દી કોરોના પોઝિટિવ એકટિવ કેસની સંખ્યા 39 પર પહોંચી

સોમવારે વધુ 12 દર્દી કોરોના પોઝિટિવ એકટિવ કેસની સંખ્યા 39 પર પહોંચી

મોરબી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે ધીમે ધીમે અલગ અલગ સ્કૂલમાં એન્ટ્રી લઈ લીધી છે આગાઉ નવયુગ વિદ્યાલય અને નાલંદા વિધાલયમાં કેસ આવ્યા બાદ હવે જ્ઞાન વિહાર સ્કૂલમાં પણ ધોરણ 6ની એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી છે.શાળામાં કેસ આવતાની સાથે શાળામાં વિધાર્થીઓના અને સ્ટાફના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

તેમજ આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ પ્રવેશી રહી હોય એમ મોરબી શહેર ગ્રામ્ય બાદ બે કેસ ટંકારામાં આવ્યા હતા તો સોમવારે માળિયા તાલુકામાં એક કેસ આવતા હાલ ત્રણ તાલુકામાં કોરોના પ્રસરી ચુક્યો છે. સોમવારે જિલ્લામાં 1371 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી મોરબી શહેરમાં 10 ગ્રામ્યમાં એક અને માળીયામાં એક કેસ સામે આવ્યો હતો આજના કેસ મળી જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં 39 થઈ ચૂકી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW