HomeGujaratઈજાગ્રસ્ત થવાને કારણે રોહિતનું વારંવાર બહાર થવું યોગ્ય નથી

ઈજાગ્રસ્ત થવાને કારણે રોહિતનું વારંવાર બહાર થવું યોગ્ય નથી

વન ડે માટેની ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી વિરાટ કોહલી પાસેથી લઈને રોહિત શર્માને આપી દેવમાં આવી છે. પણ આ ભારતીય બેટ્સમેન ટીમનું નેતૃત્વ કરશે એને થોડી વાર લાગશે. આ માટે થોડો વધુ સમય રાહ જોવી પડશે. રોહિત શર્મા પોતાની ઈજાને કારણે ટીમમાં બહાર થયો છે. તેથી તે હવે સાઉથ આફ્રિકા સામેની વન ડે મેચમાં રમતો જોવા નહીં મળે. એની જગ્યાએ કે.એલ.રાહુલને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

રોહિત શર્માને ઈજા થઈ હોવાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં તે રમી શક્યો ન હતો. એ પછી સાઉથ આફ્રિકા ટુર પહેલા ટેસ્ટ સીરિઝમાંથી ઈજાને કારણે બહાર થવું પડ્યું હતું. હવે તે વન ડે સીરિઝમાંથી બહાર થવું પડ્યું છે. રોહિત શર્મા વારંવાર ટીમમાંથી બહાર થવા પર પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે એવું કહ્યું કે, આ મામલે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ. રોહિત શર્મા ઘણા સમયથી હેમસ્ટ્રિંગની ફરિયાદ સામે ઝઝુમી રહ્યો છે. જેને લઈને આકાશ ચોપડાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, આ એક મોટા વાવડ છે. વન ડે સીરિઝ માટે રોહિત શર્મા ટીમમાં નહીં હોય. હવે તે ઈજાગ્રસ્ત થયો છે. આ એક ગંભીર સમસ્યા છે. ઘણા સમયથી ચાલી રહી આ એક પ્રક્રિયા હોય એવું લાગે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં પણ રોહિત રમી શક્યો ન હતો. આકાશે એવું કહ્યું કે, રોહિતને પ્રેક્ટિસ દરમિયાન હેમસ્ટ્રિંગની ફરિયાદ શરૂ થઈ હતી. એની સાથે લાંબા સમયથી ચાલી રહેલી આ સમસ્યા છે. સાઉથ આફ્રિકા ટુર પર ટેસ્ટ સીરિઝમાંથી પણ તે રમી શક્યો ન હતો. હવે વન ડે સીરિઝ પણ રમી નહીં શકે. જો રોહિત શર્મા વ્હાઈટ બોલ ફોર્મેટનો કેપ્ટન બને છે તો એની ફીટનેસ અંગે સવાલ ઊભા થશે. હાલમાં પણ તે ઈજાગ્રસ્ત છે.

હું જાણું છું કે, કેપ્ટન માટે હંમેશા ફીટ રહેવું સંભવ નથી. પણ ફીટનેસને કારણે ઘણી બધી મેચ બહાર બેસી રહેવું એ પણ સારી વાત નથી. માત્ર રોહિત શર્મા જ નહીં પણ ભારતીય ક્રિકેટ બોર્ડે પણ આ અંગે વિચારણા કરવી જોઈએ. આકાશે આ પહેલા પણ ભારતીય ટીમના સારા અને સફળ ખેલાડીઓની ચિંતા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW