HomeGujaratમિ. ખેલાડીની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ઉપર બની બ્લોકબસ્ટર, બનાવી નાંખ્યો આ...

મિ. ખેલાડીની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ઉપર બની બ્લોકબસ્ટર, બનાવી નાંખ્યો આ રેકોર્ડ

અક્ષય કુમારની દરેક ફિલ્મ જબરજસ્ત હિટ સાબિત થાય છે. અક્ષયકુમારની લેટેસ્ટ રિલિઝ ફિલ્મ બેલબોટમે પણ ઓટીટી ઉપર ધમાલ મચાવી છે. જો કે આ એમેઝોન પ્રાઈમ વીડિયો ઉપર સૌથી વધારે જોનારી ફિલ્મોમાંની એક ફિલ્મ બની ગઈ છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે. ફિલ્મ સ્ટ્રીમિંગના બે સપ્તાહની અંદર નવો રેકોર્ડ બનાવ્યો છે. મળેલી જાણકારી પ્રમાણે બેલ બોટમ ભારત સહિત દુનિયાના 199 દેશો અને ક્ષેત્રોમાં 98 ટકા પિન કોડ સ્ટ્રીમ કર્યાં છે. જ્યાંથી સારો રિસ્પોન્સ પણ મળ્યો છે.

બેલ બોટમ પ્રાઈમ વીડિયો ઉપર એક બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. અક્ષય કુમારે એક વીડિયોમાં કહ્યું છે કે, બેલબોટમને આટલો પ્રેમ આપવા બદર આભાર. આ પ્રેમજ મારા માટે સર્વસ્વ છે. આ ફિલ્મ પ્રાઈમ વીડિયો ઉપર 16 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થયો હતો અને હવે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

તો થીયેટરોમાં ફિલ્મ ઓગસ્ટ મહિનામાં રીલીઝ થઈ હતી. સિનેમાઘરોમાં ફિલ્મની શરૂઆત ધીમી રહી હતી. પરંતુ ઓટીટી ઉપર ફિલ્મે કમાલ કરી દીધો છે. આ ફિલ્મ ભારતના 80ના દાયકામાં થયેલા રિયલ લાઈફની હાઈજેકીંગની ઘટનાઓ ઉપર પ્રેરિત છે. જેમાં અક્ષયકુમારે એક ભારતીય જાસુસનું પાત્ર ભજવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW