HomeGujaratલો બોલો ! આ ગામમાં ચૂંટણીમાં લોકો મતદાનના ટેબલ પર સિક્કો મારી...

લો બોલો ! આ ગામમાં ચૂંટણીમાં લોકો મતદાનના ટેબલ પર સિક્કો મારી હેડતા થયાં !

દાહોદ,બુધવાર

  ગુજરાતમાં ગત રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.આ મતદાન પ્રક્રિયા દરમિયાન દાહોદના સાહડા ગામે મતદારો દ્વારા બેલેટ પેપરની જગ્યાએ મતકુટીરના ટેબલ પર સિક્કા મારી કોરા બેલેટ પેપર પેટીમાં નાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેનો ખુલાસો મંગળવારે યોજાયેલી મતગણતરી દરમિયાન થયો છે.

  દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા ગામે 19 ડિસેમ્બર 2021 ના રવિવારે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન યોજાયું હતું. આ મતદાન પ્રક્રિયા સાહડા ગામની શાળામાં યોજાઈ હતી. તે દરમિયાન મતદારો દ્વારા બેલેટ પેપર ઉપરના ટેબલ ચિન્હ પર સિક્કા મારવાની જગ્યાએ મતકુટીરના ટેબલ ઉપર સિક્કા મારી કોરા બેલેટ પેપર મતપેટીમાં નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી. જો કે, સાહડા ગામે 2655 મતદારોમાંથી 2142 મતદારોએ મતદાન કર્યું હતું. જે દરમિયાન બુથ નબંર ત્રણના ટેબલ ઉપર 165 જેટલા સિક્કા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

  મતદારોમાં મતદાનની સમજ ન હોવાનું તારણ સામે આવ્યું છે. સાહડામાં રદ થયેલા મતોની સંખ્યા 198 છે. જેમાંથી મહત્તમ મતો કોરા નીકળ્યા હતા. ટેબલના ચિહ્ન વાળા મહિલા ઉમેદવારને 544 મતો મળ્યા જ્યારે હરિફ મહિલા ઉમેદવારને 575 મતો મળ્યા હતા. ટેબલનું નિશાન ધરાવતા ઉમેદવારો 31 મતે પરાજય થયો હતો. મતદારોએ બેલેટ પેપર પર મતદાન કર્યું હોય તો ટેબલના નિશાન વાળા ઉમેદવાર વિજયી બન્યા હોત.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW