HomeGujaratજામનગરમાં ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીને ગોળી ધરબી, પત્નીને સારવારમાં ખસેડાઈ

જામનગરમાં ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીને ગોળી ધરબી, પત્નીને સારવારમાં ખસેડાઈ

જામનગરમાં ઘરકંકાસથી કંટાળેલા પતિએ પોતાની પત્નીને દેશી તમંચામાંથી ગોળી ધરબી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો ફરાર પતિને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મધ્યપ્રદેશના ઈંદોરમાં પરણીને જામનગરના દરેડમાં આવેલી પરિણીતા ઉપર ઈંદોરથી આવેલા પતિએ ફાયરિંગ કર્યું છે. જામનગરના દરેડમાં ફાયરિંગની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી જઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગૃહકલેશ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. તેમજ ઘરકંકાસથી કંટાળીને પતિએ દેશી તમંચામાંથી ફાયરિંગ કર્યાંનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW