જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો તમારા માટે આ સમાચાર કામના છે. સસ્તામાં ઓનલાઈન શોપિંગ માટે અમે તમને એક સિક્રેટ વેબસાઈટ અંગે જણાવી રહ્યાં છીએ. જ્યાંથી તમે અડધી કિંમતે સામાન ખરીદી શકો છો. ઈ-કોમર્સ કંપની એમેઝોન વેર હાઈસ ઉપર તમને 7 હજાર વાળા પ્રોડક્ટ માત્ર બે હજાર રૂપિયામાં મળી જશે. જો કે એમેઝોનની ગુપ્ત વેબસાઈટ ઉપર તમે રિટર્ન પ્રોડક્સ કે નજીવી ક્ષતિગ્રસ્ત થઈ ચુકેલા પ્રોડક્ટો ઓછા રૂપિયામાં ખરીદી શકો છો.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
માર્ટિન લુઈસની એક વેબસાઈટ પ્રમાણે એમેઝોન વેરહાઉસ ઉપર ગ્રાહક 7થી 8 હજાર રૂપિયાની બચત કરી શકે છે. પ્રેશર વોશર જેની મોટાભાગની મુખ્ય વેબસાઈટો ઉપર કિંમત અંદાજે 20 હજાર રૂપિયાથી વધારે છે. પરંતુ આ જ વસ્તુ એમેઝોન વેરહાઉસ ઉપર માત્ર 13 હજાર રૂપિયાની આસપાસ છે. એટલું જ નહીં નેસ્કેફેના સિંગલ સર્વ કોફી મશીનની કિંમત અહીંયા માત્ર 2 રૂપિયાની આસપાસ છે. જ્યારે અન્ય વેબસાઈટ ઉપર તેની કિંમત 5થી 7 હજાર રૂપિયાની આસપાસ છે.

એક રિપોર્ટ પ્રમાણે એક યુઝર્સે તેનો અનુભવ શેર કરતા લખ્યું હતું કે, એક વખત તે પ્રેશર વોશર ખરીદવા માટે એમેઝોન વેરહાઉસ ઉપર ગયો હતો. મોટાભાગની મુખ્ય વેબસાઈટો ઉપર આ પ્રોડક્ટની કિંમત 20 હજાર રૂપિયાથી વધારે હતી. પરંતુ તે વસ્તુ મને એમેઝોન વેરહાઉસ ઉપર માત્ર 13 હજાર રૂપિયાની આસપાસ મળી ગઈ હતી. આ ડીલ મને ઘણી પસંદ આવી છે. જે બાદ હું અહીંયાથી જ ખરીદી કરૂ છું.

ગુપ્ત વેબસાઈટનો ઉપયોગ કરનારાઓને પણ એમેઝોનની જેમ જ કસ્ટમર સર્વિસ મળે છે. તે સિવાય એમેઝોનની રિટર્ન પોલિસી હેઠળ ગ્રાહકોએ અહીંયાથી ખરીદી કરેલી પ્રોડક્ટને પરત પણ કરી શકે છે. બીજા શબ્દોમાં સમજીએ તો જો તમે તમારી ખરીદીથી ખુશ નથી કે તમને પ્રોડક્ટ પસંદ નથી આવી તો તમે તે પ્રોડક્ટને 30 દિવસની અંદર રિટર્ન કરી શકે છે અને તમામ રૂપિયા પરત મેળવી શકે છે. આ ગુપ્ત વેબસાઈટને લઈને એમેઝોનનું કહેવું છે કે અહીંયા દરેક વસ્તુની કાર્યક્ષમતા અને ભૌગોલિક સ્થિતિનું પરિક્ષણ કરવામાં આવે છે. તે બાદ જ પ્રોડક્ટને ગ્રેડ આપવામાં આવે છે અને તેને વેચવામાં આવે છે.

એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે એમેઝોન વેરહાઉસના સ્ટોકમાં 40 હજારથી વધારે વસ્તુઓ છે. જેને ગ્રાહક ઓછી કિંમતે ખરીદી શકે છે. ગ્રાહકોને અહીંયા અંદાજે 34 જેટલા ભાગો મળશે. જેમાં કોમ્પ્યુટર અને તેને એસેસરીઝ, ઘર અને રસોઈ, રમકડા, વીડિયો ગેમ, ઈલેકટ્રોનિક્સ અને ફોટો સહિત ઘણી વસ્તુઓનો સમાવેશ છે. એટલે કે અહીંયા તમે તમારો મનપસંદ સામાન સસ્તામાં ખરીદી શકો છો.

