HomeGujaratમોરબીમાં 196 ગ્રા.પંચાયતમાં 504 સરપંચને 3.49 લાખ મતદાર આપશે મત

મોરબીમાં 196 ગ્રા.પંચાયતમાં 504 સરપંચને 3.49 લાખ મતદાર આપશે મત

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે જે પણ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવવા જઈ રહી છે ત્યાં ઉમેદવાર પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

મોરબી 58 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય માટે પૂર્ણ ચૂંટણી યોજાશે તો 174 ગ્રામ પંચાયતમાં અશિક રીતે ચૂંટણી યોજાશે. આ માટે મોરબી જિલ્લામાં આગામી 19 ડીસેમ્બરના રોજ મતદાન યોજવવાનું છે.મોરબી જિલ્લામાં કુલ 405 બુથ પર મતદાન થસે જેમાં સરપંચ માટે 504 ઉમેદવાર મેદાનમાં છે અને 2210 વોર્ડ સભ્ય મેદાનમાં છે .મતદારોની સંખ્યા જોઈએ તો કુલ 3,49,237 મતદારો સરપંચને મત આપશે તેમજ 2,36,620 મતદારો પોતાના વોર્ડમાં ઉભા રહેલા વોર્ડ સભ્યના ઉમેદવારને મત આપશે. સરપંચ પડ માટે નોંધાયેલ પુરુષ મતદારની સંખ્યા 1,81,402 જ્યારે મહિલા મતદારની સંખ્યા 1,67,237 નોધાઈ છે.

આ જ રીતે વોર્ડ સભ્યની ગણતરી કરીએ તો 1,23,266 પુરુષ મતદારો નોંધાયા છે જ્યારે 1,13,354 સ્ત્રી મતદાર નોંધાયેલ છે. તાલુકા મુજબ જોઈએ તો હળવદમાં 123 સરપંચ ઉમેદવાર માટે માટે 39,818 પુરુષ મતદાર જ્યારે 35,498સ્ત્રી મતદાર નોંધાયેલ છે.માળિયા મી.માં સરપંચમાં 44 ઉમેદવાર માટે 16,067 પુરુષ મતદાર જ્યારે 14,449 સ્ત્રી મતદાર નોંધાયેલ છે.મોરબી તાલુકામાં 124 સરપંચ ઉમેદવારને 52,990 પુરુષ મતદાર અને 49039 સ્ત્રી મતદાર નોંધાયેલ છે.ટંકારા તાલુકામાં 46 સરપંચ ઉમેદવાર માટે 21,188 પુરુષ અને 20,483 સ્ત્રી મતદાર નોંધાયેલ છે વાંકાનેર તાલુકાની વાત કરીએ તો 167 ઉમેદવારને 51,339 પુરુષ અને48,366 સ્ત્રી મતદાર નોંધાયેલ છે આમ કુલ 504 સરપંચ ઉમેદવારને કુલ 3.49 લાખ મતદારો મતદાન કરશે.


વોર્ડ સભ્યોની વાત કરીએ તો હળવદ તાલુકામાં 269 વોર્ડ માટે 469 ઉમેદવાર,માળિયા મી 100 વોર્ડ માટે 215 ઉમેદવાર મોરબીમાં 235 વોર્ડ માટે 564 ઉમેદવાર, ટંકારા 113 વોર્ડ માટે 245 ઉમેદવાર અને વાંકાનેરમાં 331 વોર્ડ માટે 717 ઉમેદવાર મેદાનમાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW