HomeGujaratમાળીયાના દેવગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 11,580નો મુદ્દામાલ જપ્ત

માળીયાના દેવગઢ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, રૂ. 11,580નો મુદ્દામાલ જપ્ત

માળીયા મીયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તાલુકાના દેવગઢ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે શામજીભાઈ ભુદરભાઈ પાટડીયા, દિનેશભાઈ ગેલાભાઈ સવસેટા અને મુકેશભાઈ જેસંગભાઈ પાટડીયા, ત્રણેય રહે. દેવગઢ ગામ, તેમજ પ્રવીણભાઈ રણધીરભાઈ ચાવડા અને મહેશભારતી નારાણભારતી ગોસ્વામી, બંને રહે. નાની બરાર ગામ, તા. માળીયા, વાળાને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી રોકડ રૂ. 11,580 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW