HomeGujaratવાંકાનેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

વાંકાનેર સિટી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાત્રિના સમયે સિપાઈ શેરી વિસ્તારમાં હુસેનભાઈ જીંદાણીના મકાન નજીક આવેલી ખુલ્લી જગ્યાએ દરોડો પાડ્યો હતો. ત્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળામાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે જુગાર રમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

દરોડા દરમિયાન પોલીસે મુકેશભાઈ ભોગીલાલ શાહ (ઉં.વ. 59), જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (ઉં.વ. 59), વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (ઉં.વ. 50), ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા (ઉં.વ. 50) તથા આસિફભાઈ ઈકબાલભાઈ માડકીયા (ઉં.વ. 28)ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 18,050ની રોકડ રકમ મુદ્દામાલ તરીકે કબજે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW