હળવદ પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા મયુરસિંહ ઉર્ફે કાલી ભરતભાઈ રાઠોડ, રહે. ગામ સુખપર, તા. હળવદ, જી. મોરબી સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. જેના આધારે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસ ટીમો રચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંતે આરોપીને ઝડપી પાડી પાસા એક્ટ હેઠળ ડિટેઈન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

