HomeGujaratમોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા તૈયાર કરાયેલ દરખાસ્ત મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવતા, જિલ્લા મેજિસ્ટ્રેટે બંને આરોપીઓ સામે પાસા વોરંટ જારી કર્યા હતા.

આ મામલામાં રાજુભાઈ પરબતભાઈ મોરી (ઉંમર 24) અને કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા (ઉંમર 34), બન્ને રહેવાસી મોખાણા, તાલુકો ભાણવડ, જિલ્લા દેવભૂમિ દ્વારકા, સામેલ છે. બંને આરોપીઓને પકડવા માટે એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરી બંનેને પાસા અધિનિયમ હેઠળ ડિટેઇન કર્યા હતા.

પકડાયા બાદ રાજુભાઈ મોરીને લાજપોર સેન્ટ્રલ જેલ, સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યારે કમલેશ ઉર્ફે રાણો ઉલવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW