હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામના ખેડૂત મેરૂભાઈ કેશાભાઈ જખવાડીયા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં તેમના જ ગામના રામજીભાઈ ચતુરભાઈ સુરેલા અને વિષ્ણુભાઈ રામજીભાઈ સુરેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ફરીયાદી મેરૂભાઈએ આરોપી વિરૂધ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનું મનદુખ રાખી ફરીયાદી તથા સાથી બેસેલ હોય ત્યાં આરોપીઓ પોતાના હાથમા પાઈપ તેમજ સણાથી લઈ આવી મેરૂભાઈને જેમતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

