HomeGujaratહળવદના સુંદરગઢ પાસે ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ધ્રાંગધ્રાના ચાલકને ફ્રેક્ચર,...

હળવદના સુંદરગઢ પાસે ટ્રક અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ધ્રાંગધ્રાના ચાલકને ફ્રેક્ચર, પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના સુંદરગઢ નજીક નદી ઉપર આવેલા પુલ પર 3 એપ્રિલના રોજ એક અકસ્માતની ઘટના બની હતી. જીજે-36-એક્સ-6038 નંબરનો ટ્રક ચલાવનાર ડ્રાઈવરે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે રોંગ સાઈડમાં ટ્રક હંકારતા, ધ્રાંગધ્રા નિવાસી પંકજગીરી ગુલાબગીરી ગૌસ્વામી ચલાવતા જીજે-27-ટીજી-7712 નંબરના આઇસર સાથે અથડામણ સર્જાઈ હતી.

આ અકસ્માતમાં ફરિયાદી પંકજગીરી ગુલાબગીરી ગોસ્વામીને પગમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે અન્ય સાહેદોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW