HomeGujaratહળવદના ટીકર ગામે શંકાના આધારે યુવક પર છરીથી હુમલો

હળવદના ટીકર ગામે શંકાના આધારે યુવક પર છરીથી હુમલો

હળવદ તાલુકાના ટીકર ગામે નિવાસ કરતા મોહમદ અયાજ વારીશભાઈ કગથરા દ્વારા આરોપી ફિરોજ સલીમભાઇ સંધી સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદ મુજબ, ટીકર રણ વિસ્તારમાં રહેતા ફિરોજ સલીમ સંધિને એવી શંકા હતી કે, ફરિયાદી તેના કાકાની દિકરીનો પીછો કરે છે. આ વહેમના કારણે આરોપીએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને અપશબ્દો બોલ્યા હતા. બાદમાં છરી વડે હુમલો કરી પેટના ડાબા ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેમજ જમણા હાથ અને છાતીના ભાગે પણ ઇજાઓ પહોંચાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW