મોરબી શહેરના સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ જોડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કલમ 65(એ),81 તથા 98(2) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉંમર આશરે 22 વર્ષ), રહે. લાયન્સનગર, શકતશનાળા, જી.ઈ.બી. ઓફિસ સામે, મોરબી શહેર, ભકતિનગર સર્કલ વિસ્તારમાં જોવા મળ્યો હતો.
આ માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જોડીયા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

