HomeGujaratવાંકાનેરના તરકીયા ગામની સીમમાં પોલીસનો દરોડો: 1600 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો,...

વાંકાનેરના તરકીયા ગામની સીમમાં પોલીસનો દરોડો: 1600 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો, એક શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. મળેલી માહિતી મુજબ પોલીસ ટીમે વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમ વિસ્તારમાં આવેલા ખરાબાની જગ્યાએ દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ત્યાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવામાં ઉપયોગ થતો આશરે 1600 લીટર જેટલો ઠંડો આથો, કુલ કિંમત રૂ.40,000નો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. સ્થળ પરથી વિજયભાઈ ભુપતભાઈ મકવાણા, રહે. તરકીયા ગામ, તા. વાંકાનેરવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW