મોરબી જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભાજપમાં 1 એપ્રિલથી સેન્સ ચાલી રહી હતી જેમાં પ્રથમ બે દિવસ દરમિયાન મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક,પાંચ તાલુકા પંચાયત 98 બેઠક તેમજ વાંકાનેર માળિયા અને ટંકારા નગરપાલિકામાં ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની સેન્સ લેવાઈ હતી જેમાં કુલ 580 જેટલા દાવેદારોએ સેન્સ આપી હતી
જોકે શુક્રવારે માત્ર મોરબી મહાનગરપાલિકામાં ભાજપ માંથી દાવેદારી કરવા માંગતા કાર્યકરોની સેન્સ લેવાની હતી આખો દિવસ ચાલેલી આ સેન્સ પ્રકિયા દરમિયાન 428 ઉમેદવારોએ તેમની દાવેદારી કરતા સરેરાશ એક બેઠક માટે સરેરાશ 8 ઉમેદવાર મેદાનમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાજપ માટે હવે આ 428 માંથી 52 કાર્યકરને ચૂંટણી લડવા મંજૂરી આપવાની છે આ પૂર્વે તા 1 અને 2 દરમિયાન વાંકાનેર નગરપાલિકાની 28 બેઠક માટે 91,ટંકારાની 26 બેઠક માટે 35 અને માળિયા નગર પાલિકાની 24 બેઠક માટે 35 દાવેદારો નોધાયા છે
તા 1 અને 2 દરમિયાન લેવાયેલી સેન્સ પ્રકિયા દરમિયાન ભાજપમાંથી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 151 દાવેદારો મેદાનમાં આવ્યા હતા જયારે તાલુકા પંચાયતની વાત કરીએ તો મોરબી તાલુકા પંચાયતની 22 બેઠક માટે 55,હળવદ તાલુકા પંચાયતની20 બેઠક માટે 71, ટંકારા તાલુકા પંચાયતની16 બેઠક માટે 40, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 83 અને માળિયા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 47 દાવેદારોએ તેનો દાવો નિરીક્ષક સમક્ષ રજુ કર્યો હતો.ત્યારે ભાજપ કોના પર વિશ્વાસનો કળશ ઢોળશે તે પણ જોવાનું રહ્યું

