HomeGujaratમાળિયા મિયાણાના વેણાસર ગામની સીમમાં ઝેરી દવા પી યુવાને જીવન ટુકાવ્યું

માળિયા મિયાણાના વેણાસર ગામની સીમમાં ઝેરી દવા પી યુવાને જીવન ટુકાવ્યું

માળિયા મિયાણા તાલુકાના વેણાસર ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરી રહેલા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી રાહુલભાઈ સમીરભાઈ મોહનીયા (ઉંમર 23) નામના યુવાને તા. 20 માર્ચના રોજ પોતાની વાડીમાં અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લેતા તેમની તબિયત બગડી ગઈ હતી.

ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક મોરબી સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તા. 27 માર્ચના રોજ તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW