HomeGujaratપોતાના ઘરેથી નીકળી ગયેલ સગીર વયના કિશોરનું તેના પરિવાર સાથે પુન:મિલન કરાવતી...

પોતાના ઘરેથી નીકળી ગયેલ સગીર વયના કિશોરનું તેના પરિવાર સાથે પુન:મિલન કરાવતી વાંકાનેરની SHE TEAMટીમ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન તથા વાંકાનેર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના નિર્દેશન હેઠળ મહિલાઓ, બાળકો અને એકલવાયા જીવન જીવતા સિનિયર સિટિઝનના સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે “SHE TEAM” ની રચના કરવામાં આવી છે.

આ અનુસંધાને તા. 21/03/2026ના રોજ સાંજે લગભગ 5 વાગ્યાના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની PCR વાનના ઇન્ચાર્જ દ્વારા 112 ઇમરજન્સી સેવા હેઠળ એક સગીર વયના બાળકને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી મળતા તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને SHE TEAM ને જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ SHE TEAM દ્વારા બાળકનું કાઉન્સેલિંગ અને પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ દેવેન્દ્ર ફતેહલાલ ગામેતી (ઉંમર 8 વર્ષ) હોવાનું અને મૂળ ભાટતા, તા. ઘોઘુંદા, જી. ઉદયપુરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. હાલ તે વાંકાનેર નજીક આવેલ એક કારખાનામાં પોતાની માસી ચંપાબેન અને માસા વેણીરામ ગામેતી સાથે રહેતો હોવાનું તથા તેમની જાણ વગર ઘરેથી નીકળી ગયો હોવાનું પણ ખુલ્યું હતું.

આ બાદ SHE TEAM દ્વારા બાળકના માસા વેણીરામ શાંતિલાલ ગામેતી (હાલ રહે. જ્યસ્ટોન વસુંધરા, તા. વાંકાનેર, જી. મોરબી; મૂળ સેમટાલ, તા. ઘોઘુંદા, જી. ઉદયપુર) નો સંપર્ક કરીને તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બાળકની યોગ્ય રીતે સંભાળ રાખવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી સમજ આપી સગીર બાળકને સુરક્ષિત રીતે તેમના સંભાળમાં સોંપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ SHE TEAMના પો.સબ ઇન્સ્પેક્ટર એલ.એ. ભરગા, મહિલા હેડ કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ વાઘેલા સહિતની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW