માળિયા મિયાણા વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે.
માહિતી અનુસાર, વિસાલા હોટલ નજીક કાચા માર્ગ પરથી પોલીસે સુલ્તાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયાને પકડી પાડ્યો હતો. આરોપી માળિયા-કચ્છ નેશનલ હાઈવે રોડ પર, વિસાલા હોટલ પાછળ રહે છે. તપાસ દરમિયાન તેના પાસેથી અંદાજે રૂપિયા 2000ની કિંમતનો દેશી બનાવટનો હાથ તમંચો (હથિયાર) મળી આવ્યો હતો, જેને પોલીસે કબ્જે લીધો છે. આ બનાવમાં પોલીસે આરોપી વિરુદ્ધ હથિયારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

