માળિયા મીયાણા તાલુકાના જાજાસર ગામની સરકારી જમીન પર મીઠાના વેપારીએ કબજો કરી પચાવી પાડી હોય જેથી આરોપી વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા શહેરમાં રહેતા અને મીઠાનો વેપાર કરતાં હનીફભાઇ સૌકતઅલી અબ્દુલ્લા ભટ્ટી (ઉ.વ.૩૪) એ મીઠાનો વેપાર કરતાં અને ખેતી કરતા આરોપી ઇકબાલ ઇલીયાસભાઈ ભટ્ટી નામના શખ્સ વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરીયાદીને માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામની સરકારી જમીન 10 એકર જમીન ત્રીસ વર્ષના ભાડા પેટે સરકારએ ફાળવેલ જે જમીનમાંથી 0-40-27 ચો.મી જમીનમાં આરોપીએ ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી મીઠાનુ ઉત્પાદન કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 ની કલમ 3, 4(1)(3) અને 5(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

