HomeGujaratવાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જૂના પૈસાના ઝઘડા મામલે બે પક્ષો વચ્ચે મારામારી

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જૂના પૈસાના ઝઘડા મામલે બે પક્ષો વચ્ચે મારામારી

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા સંજયભાઈ રાણાભાઈ ખાંડેખાએ કેટલાક શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, આશરે સાતથી આઠ મહિના પહેલાં વાહન લે-વેચના પૈસાના મુદ્દે ફરીયાદી સંજયભાઈ અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતની દાઝ રાખીને આરોપીઓ સ્વિફ્ટ કાર અને બોલેરો ગાડીમાં આવી પહોંચ્યા હતા. તે દરમિયાન આરોપી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ સંજયભાઈના સાથી હરેશભાઈને છરી વડે ઇજા પહોંચાડી હતી. તેમજ આરોપી શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલાએ સ્વિફ્ટ કાર ચલાવી ફરીયાદી પક્ષના લોકો પર ચડાવવાનો પ્રયાસ કરતા તેમને નાની-મોટી ઇજાઓ થઈ હતી.

બીજી તરફ વઘાસિયા ગામના રહેવાસી શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલાએ પણ સામે પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉ થયેલા ઝઘડાની દાઝ રાખીને સંજયભાઈ અને તેમના સાથીદારો દ્વારા તેમની સ્વિફ્ટ કારના આગળ-પાછળના કાચ પર ધોકા અને પાઈપ વડે હુમલો કરી ગાડીમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ ગાળો આપવામાં આવી હતી.

આ રીતે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાતા વાંકાનેર સીટી પોલીસે બંને અરજીઓના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW