મોરબીમાં રખડતા ઢોર પકડી પાંજરે પુરવાના તંત્ર દ્વારા ગમે તેટલા દાવા કરવામાં આવતા હોય પણ હકીકતમાં હજુ મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેસતા આ આખલા લોકોનો જીવ લેવાં તૈયાર હોય છે. આવા જ એક રખડતા આખલાએ બાઇક સવાર યુવાનનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામમાં રહેતા અને ખાનગી નોકરી કરતા યુવરાજ હસમુખભાઈ ઝાલા નો યુવાન તેનું જીજે 36 A G 3518 નંબરનું બાઈક લઈને ગત તા 16 ના રાત્રિના સમયે પંચાસર રોડ પર જઈ રહ્યો હતો ત્યારે મામા દેવના મંદિર પાસે એક ખૂટિયો આડે ઉતર્યો અચાનક આખલો સામે આવી જતા બાઈકનું સંતુલન ગુમાવી દીધું હતું અને આખલા સાથે અથડાઈ નીચે પડતાં માથામાં અને શરીરમાં ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી0 ઓ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન યુવરાજનું મોત નિપજ્યું હતું.

