HomeGujaratમોરબીના રંગપર ગામની સીમમાંથી કૈફી પીણાં સાથે બોલેરો પીક-અપ ઝડપાઈ, ચાલક ફરાર

મોરબીના રંગપર ગામની સીમમાંથી કૈફી પીણાં સાથે બોલેરો પીક-અપ ઝડપાઈ, ચાલક ફરાર

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહેન્દ્રા કંપનીની બોલેરો પીક-અપ (નંબર GJ-03-AZ-8667) જેમાં આગળના કાચ પર લાલ અક્ષરમાં અંગ્રેજીમાં “Hassan” લખાયેલું છે, તે વાહન મોરબી તરફથી જેતપર તરફ કૈફી પીણું ભરીને જઈ રહ્યું છે. આ મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બોલેરો ગાડીમાંથી રૂ. 2,00,000 કિંમતનો દેશીદારૂ (લીટર 1000) તેમજ રૂ. 3,00,000 કિંમતની મહેન્દ્રા બોલેરો પીક-અપ મળી આવી હતી. આમ કુલ રૂ. 5,00,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન બોલેરોનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW