HomeGujaratમાળીયાના લક્ષ્મીવાસ ગામમાંથી છ જુગારી ઝડપાયા,  રૂ. 33,760નો મુદ્દામાલ કબ્જે

માળીયાના લક્ષ્મીવાસ ગામમાંથી છ જુગારી ઝડપાયા,  રૂ. 33,760નો મુદ્દામાલ કબ્જે

માળીયા મિયાણા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે લક્ષ્મીવાસ ગામમાં દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, રાધવજીભાઈ શીવાભાઈ કાવરના રહેણાંક મકાનમાં નશીબ આધારિત  જુગાર ચાલી રહ્યો છે.

આ બાતમીને આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી દરોડો પાડતા પ્રવીણભાઈ માવજીભાઈ કાવર (રહે. ચમનપર, તા. માળીયા), ભરતભાઈ રામજીભાઈ મેણીયા (રહે. વવાણીયા, તા. માળીયા), છેલાભાઈ પ્રભુભાઈ ખીમાણીયા (રહે. વવાણીયા નાના કોળીવાસ), ચંદુલાલ પ્રભુલાલ ગામી (પટેલ) (રહે. વવાણીયા), અમૃતભાઈ શીવાભાઈ કાવર (પટેલ) (રહે. લક્ષ્મીવાસ) તેમજ જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા (રહે. ભાવપર)ને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 33,760નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW