Thursday, February 19, 2026
HomeGujaratમોરબી જિલ્લાની 3 વિધાનસભા બેઠકોમાં 7,87,133 મતદારો નોંધાયા,18,857ના ઉમેરા સામે 13,588 મતદારો...

મોરબી જિલ્લાની 3 વિધાનસભા બેઠકોમાં 7,87,133 મતદારો નોંધાયા,18,857ના ઉમેરા સામે 13,588 મતદારો થયા કમી

રાજ્યભરમાં ચાલેલી સ્પેશ્યલ ઈનિસિએટીવ રિવિઝન(SIR) કામગીરી હાલ પુર્ણ થઇ ગઈ છે અગાઉ ડ્રાફ્ટ જાહેર થયા બાદ વાંધા અરજી મગાવવામાં આવી હતી. જેમાં 24 હજારથી વધુ વાંધા અરજી મળી હતી.જેના પર સુનવણી થયા બાદ આજે જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરીએ આખરી યાદી જાહેર કરી હતી.આખરી જાહેર થયેલી યાદીમાં ત્રણેય વિધાનસભા બેઠકમાં કુલ 787133 મતદારોના નામ ફાઇનલ થયા છે. વિધાનસભા બેઠક મુજબ જોઈએ તો વાંકાનેર બેઠકમાં સૌથી વધુ 270479 મતદારો ફાઈનલ થયા છે જ્યારે સૌથી ઓછા ટંકારામાં 248314 મતદારો નોંધાયા હતા. મોરબી માળીયા વિધાનસભા બેઠક ની વાત કરીએ તો આ બેઠકમાં 268340 મતદારો નોંધાયા છે.

આજે જાહેર થયેલી SIR ની આખરી પ્રસિદ્ધ મુજબ ત્રણેયે બેઠકમાં કુલ 18,857 નામ નવા ઉમેરાયા છે.જેની સામે 13,588 નામ કમી થયા છે અગાઉની પ્રાથમિક યાદી કરતા 5269 નામનો ઉમેરો થયો છે. ટકાવારી મુજબ જોઈએ તો જાહેર થયેલા ડ્રાફ્ટના 0.67 ટકા નામ ઉમેરો નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page