HomeGujaratખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધામાં જૂનાગઢની વિદ્યાર્થીનીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધામાં જૂનાગઢની વિદ્યાર્થીનીએ જીત્યો બ્રોન્ઝ મેડલ

ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનું આયોજન G.M.D.C હાઈસ્કૂલ નંદાણા દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં જૂનાગઢ આલ્ફા સંકુલમાં અભ્યાસ કરતી રાણા બંસીબા દિવ્યરાજસિંહે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

આ સિદ્ધિ બદલ રાણા પરિવાર દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે ફેન્સીંગ કોચ અનુપ ચૌધરી અને ટ્રેનર મનીષ ડાભીએ અભિનંદન પાઠવી ખેલાડીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW