મોરબી એલસીબી પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ઘૂંટુ ગામે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘૂંટુ ગામ પાછળ વસંત વિહાર સોસાયટીની પાછળ આવેલી પડતર જમીનમાં ઉભેલી ઈકો કાર (રજી. નં. GJ-36-AJ-5692)ની તપાસ કરતા તેમાંમાંથી વિદેશી દારૂની કુલ 237 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની કિંમત રૂ. 2,60,700 તથા કારની કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,60,700નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
દરોડા સમયે કોઈ આરોપી સ્થળ પર હાજર ન મળતાં પોલીસે મોઈન મોહમદભાઈ જામ (રહે. મચ્છીપીઠ, મોરબી) સહિત એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

