Wednesday, February 11, 2026
HomeGujaratમોરબીના પાનેલીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક પર લાકડાના ધોકાથી...

મોરબીના પાનેલીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો કર્યો

મોરબીના પાનેલી રામાપીરના મંદિરની બાજુમાં રહેતા વિશાલભાઈ ઉર્ફે જેન્તીભાઈ રાજેશભાઈ કટેશીયાએ આરોપી તુલસીભાઈ અણદાભાઈ ચાવડા, સંજયભાઈ અણદાભાઈ ચાવડા, રાજદીપભાઈ તુલશીભાઈ ચાવડા અને મનીષભાઈ તુલશીભાઈ ચાવડા રહે.બધા પાનેલી તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, વિશાલભાઈ ઉર્ફે જેન્તીભાઈ સાથે આરોપીઓને મનદુખ ચાલતુ હોય જેનો ખારરાખી આરોપીઓએ વિશાલભાઈ ઉર્ફે જેન્તીભાઈને હાથે પગે શરીરે આડેધડ લાકડાના ધોકાવતી મારમારી ડાબી પાસડીમા ફેક્ચર તથા શરીરે મુંઢ ઈજાઓ તેમજ માથામા ફુટ જેવી ઈજાઓ કરી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,230SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page