HomeGujaratમોરબીના જેતપર પર રોડ પર બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા યુવકનું મોત

મોરબીના જેતપર પર રોડ પર બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા યુવકનું મોત

મોરબીના રંગપર બેલા રોડ પર આવેલા વોલ્ગા સિરામિકના કારખાનામાં રહી મજુરી કામ કરતો મૂળ એમપીના સાજીપુર  જિલ્લોનો વતની પવન ઉર્ફે પીન્ટુ હરીચરન પુરબીયા નામનો યુવાન તેના મિત્ર તકધાર ઉર્ફે  મનોજ માંજીને તેના એમપી 42 ઝેડ એફ 0492 નંબરનું બાઈક લઈને જેતપર રોડ પર રંગપર ગામ નજીક આવેલા સનફેમ સિરામિક પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન કોઈ કારણસર બાઈક પર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા બન્ને નીચે પટકાયા હતા. બનાવમાં બાઈક ચાલક પવન ઉર્ફે પીન્ટુને નાની મોટી ઈજા પહોચી હતી. જયારે પાછળ બાઈકમાં બેઠેલા મિત્ર મનોજ માંજીને ગંભીર ઈજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે બાઈક ચાલક સામે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW