HomeGujaratવાંકાનેરમાં ગેરકાયદે જોખમી રીતે બોલેરો કારમાંથી ડીઝલ રીફીલીંગનું કારસ્તાન પકડાયું ,બે...

વાંકાનેરમાં ગેરકાયદે જોખમી રીતે બોલેરો કારમાંથી ડીઝલ રીફીલીંગનું કારસ્તાન પકડાયું ,બે શખ્સની ધરપકડ

વાંકાનેર ચોટીલા હાઈવે પર આવેલા મીના રીફેક્ટરીના પાછળ ભાગે લેબર ક્વાર્ટર નજીક ગેરકાયદે બોલેરો પીકઅપ વાહનમાંથી એક ટેન્કરમાં ગેર કાયદે ડીઝલનું રીફીલીંગ કરી સંગ્રહ કરવામાં આવતા હોવાની વાંકાનેર સીટી પોલીસની ટીમની પેટ્રોલીંગ ટીમને બાતમી મળી હતી.

આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને સ્થળ પર તપાસ કરતા જીજે 03 બી ડબ્લ્યુ 3078 નંબરની બોલેરોમાંથી મીના ફેકટરીના અન્ય સ્ટોરેજ ટાંકીમાં ડીઝલની હેરાફેરી થતી હોવાનું સામે આવતા પોલીસે સ્થળ પર હાજર ભીમસિંગ કૂપ સિંગ રાજપૂત તેમજ ભાઈ ખાન ઈબ્રાહીમ ખાન સંધીની ધરપકડ કરી હતી અને સ્થળ પરથી જીજે 03 બી ડબ્લ્યુ 3078 નંબરની બોલેરો કાર તેમાં ભરેલું 2000 લીટર શંકાસ્પદ ડીઝલ, મીટર ફ્યુઅલ ડિસ્પેન્સર એક મોબાઈલ સ્થળ પર મળી આવેલી બે ટાંકી જોઈન્ટ વાલ્વ તેમજ ટાંકીમાં રહેલું 700 લીટર શંકાસ્પદ ડીઝલ સહીત રૂ 9.72 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ તેમજ બી એન એસ કલમ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW