HomeGujaratરાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં ભીષણ આગની ઘટના, મોડીરાતે...

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં ભીષણ આગની ઘટના, મોડીરાતે ત્રણ ફાયરની ટીમે કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં સોમવારની મોડીરાતે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે લગભગ 11:35 વાગ્યે બેંકના પ્રથમ માળેથી ધુમાડા અને આગના શીખા દેખાતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ત્રણ ફાયર ફાઈટર દળ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.

આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બેંકની બારીઓના કાચ તૂટીને રોડ પર પડતા નજરે પડ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં ટ્રાફિક બંધ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ફાયર વિભાગે શરૂઆતમાં બેંકના બહારના ભાગથી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ ફરી આગ ભભૂકી ઉઠતા કટર વડે શટર તોડી ફાયર ફાઈટરો અંદર પ્રવેશ્યા અને અંદરની બાજુથી પાણીનો મારો ચલાવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની ઘટના કારણે બેંકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ બેંકના અધિકારીઓ પણ રાત્રિના સમયે સ્થળ પર પહોંચ્યા હતા અને હેડ ઓફિસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસના પીઆઈ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. અંદાજે રાત્રે 12:35 વાગ્યે ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લીધો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW