HomeGujaratમાળિયામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા એકટ હેઠળ જેલ હવાલે કરાયા 

માળિયામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને પાસા એકટ હેઠળ જેલ હવાલે કરાયા 

માળીયા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા ઇસમો સામે પાસા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે દરખાસ્ત તૈયાર કરી મેજિસ્ટ્રેટ, મોરબી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જે આધારે મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા વોરંટ જારી કરવામાં આવ્યા હતા.

આ વોરંટની અમલવારી માટે તાત્કાલિક અલગ-અલગ પોલીસ ટીમો રચી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આરોપી અલ્તાફભાઈ હસણભાઈ સંઘવાણી (મીયાણા), રહેવાસી વિરવિદરકા ગામ, તાલુકો માળીયા મીયાણા, જીલ્લો મોરબી તથા મકબુલભાઈ ગફુરભાઈ સામતાણી (મીયાણા), રહેવાસી વિરવિદરકા, તાલુકો માળીયા મીયાણા, જીલ્લો મોરબીવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા બંને આરોપીઓને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ ભાવનગર તેમજ જુનાગઢ ખાતે મોકલવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW