મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ નીચેના વિસ્તારોમાં તા. 01/02/2026 રવિવારના રોજ કેબલ નાખવાની કામગીરીને પગલે વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.
કોસ્મો જેજીવાય ફીડર સવારે 8 થી સાંજ નાં 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ઇન્દિરા નગર,ધર્મ મંગલ સોસાયટી, શિવ પાર્ક, સત્યમ પાર્ક, શીતળામાં વિસ્તાર તેમજ ઉમા વિલેજ સોસા.વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. ઉપર ફીડરમાં આવતા તમામ રહેણાંક,વાણિજ્ય તેમજ ઔદ્યોગીક વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
તેમજ મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ટેલીકોમ ફીડર સવારે 09:30 થી બપોરના 03:30 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
જેમાં ભક્તિનગર શેરી નં.1,2,3, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, પુનિત નગર, શક્તિ પ્લોટ, ઓમ શાંતિ વિદ્યાલય ની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ,મહેશ હોટલ ની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

