HomeGujaratમોરબીમાં CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; જિલ્લાના 53...

મોરબીમાં CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; જિલ્લાના 53 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન

મોરબી જિલ્લાના 53 કેન્દ્રો પર રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આગામી તા. 31/01/2026ના રોજ યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં અડચણ ન આવે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાં અનુસાર મોરબી ખાતે CETની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કુલ 53 પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા. 31/01/2026ના રોજ બપોરે 01:00 કલાકથી 03:30 કલાક દરમિયાન ગેરરીતિ કરવાના ઈરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનિક્સ ઉપકરણો લઈ જવા નહી. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. આ પરીક્ષા હળવદની 13, માળીયાની 4, મોરબીની 19, ટંકારની 5 અને 12 શાળોમાં ઊભા કરેલ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW