આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ શરુ થઇ રહી છે જે 18 માર્ચ સુધી ચાલશે 22 દિવસ સુધી ચાલનાર આ પરીક્ષાને લઇ એક તરફ વિદ્યાર્થીઓ તેમની તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ પણ જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની અડચણ વિના પરીક્ષા યોજવા કમર કસી છે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 23 098 વિદ્યાર્થી પરીક્ષામાં ભાગ લેશે.
ધોરણ મુજબ જોઈએ તો ધોરણ 10માં 14242 વિદ્યાર્થી જયારે ધોરણ 12માં કુલ 8856 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 6968 અને વિજ્ઞાન પ્રવાહમાં 1888 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
ગત વર્ષની સરખામણીએ પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીની સંખ્યાની સ્થિતિ જોઈએ તો ધોરણ 10માં 413 છાત્રો વધ્યા છે જેની સામે ધોરણ 12માં 377 છાત્રો નો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે મોરબી જિલ્લામાં ધોરણ 10ના 13,829 વિદ્યાર્થી અને ધોરણ 12માં 9015 વિદ્યાર્થી નોંધાયા હતા.
મોરબી જિલ્લામાં ધોરણ 10 માટે 10 પેટા કેન્દ્રના 58 બિલ્ડીંગમાં 573 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 પેટા કેન્દ્રમાં કુલ 26 બિલ્ડિંગમાં 230 બ્લોકની વ્યવસ્થા કરાઇ છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 3 પેટા કેન્દ્રની 10 બિલ્ડિંગમાં 98 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે
પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિકની પણ મદદ લઈ શકશે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ નો અનુભવ ન થાય અને આ સમયગાળા દરમિયાન તેઓની મૂંઝવતા પ્રશ્નોના જવાબો મેળવી શકે, તેમજ જો કોઈ મુશ્કેલી જેવું લાગે તો તાત્કાલિક સમાધાન મેળવી શકે તે માટે પ્રથમ વખત મનોવૈજ્ઞાનિકની પણ મદદ લઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓ ફોન નંબર 99 79574151 પર સંપર્ક કરી શકશે અને ત્વરિત સમાધાન મેળવી શકશે.
વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પ લાઇન શરૂ બોર્ડની પરીક્ષા ને લઇ વિદ્યાર્થીઓ કે વાલીઓની મદદ માટે ખાસ હેલ્પ લાઈન નંબર શરુ કરવામાં આવ્યા છે જેમાં ધોરણ 10 અને 12 ના વહીવટી લગતી કામગીરી માટે અને માનસિક તૈયારી માટે મનોવૈજ્ઞાનિકનો નંબર પણ જાહેર કર્યો છે, જેમાં ધોરણ 12 ના વહીવટી બાબતની મદદ માટે બી એલ ભાલોડીયાનો 94282 63 340 જયારે ધોરણ 10 માટે એસ જે મેરજા નો 9913052124 પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના સેન્ટર પણ શરુ કરવામાં આવ્યા છે આ તમામ હેલ્પલાઇન નંબર પરીક્ષા પૂર્ણ થશે ત્યાં સુધી સવારે 10થી 1 અને સાંજે 4થી 7 દરમિયાન ચાલુ રહેશે.

