હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં રેડ મારવામાં આવી હતી. રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવાની સક્રિય ભઠ્ઠી મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા અંદાજે 350 લિટર દેશી દારૂ, દેશી દારૂ બનાવવાનો આથો અંદાજે 2200 લિટર તેમજ બીયરના 25 ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ. 1,33,700 થાય છે.
આ કાર્યવાહીમાં સુનિલ દિલીપભાઈ રીબડીયાને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય બે વ્યક્તિઓ-માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ રાતોજા તથા ઉર્મિલાબેન માનસિંગ રાતોજા, બંને રહેવાસી ભવનિનગર ઢોરા, રામાપીર મંદિરથી આગળ, હળવદવાળાના નામ ખુલ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

