HomeGujaratમોરબીમાં ડીઝલ ચોરીના ગુના આચરતી “સમા ગેંગ”ના બે આરોપી પકડાયા, રૂ. 63,250નો...

મોરબીમાં ડીઝલ ચોરીના ગુના આચરતી “સમા ગેંગ”ના બે આરોપી પકડાયા, રૂ. 63,250નો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકા પોલીસ મથકમાં ડીઝલ ચોરી સંબંધિત બે અલગ-અલગ ગુન્હાઓ નોંધાતા, આ ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની વિશેષ ટીમો રચવામાં આવી હતી.

આ દરમિયાન સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીઝલ ચોરીને અંજામ આપતી “સમા ગેંગ”ના સભ્યો અયુબ મલુક સમા રહે. નાના દીનારા તા. ભુજ જી. કચ્છ અને પ્રદીપભાઈ અમુભાઈ મીયાત્રા (ડીઝલનો જથ્થો ખરીદનાર)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. 63,250 કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન વધુ એક આરોપી અસલમ ઉર્ફે અનવર કમાલ સમા રહે. કોટડ તા. ભુજ જી. કચ્છનું નામ ખુલતા તેની સામે પણ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW