HomeGujaratવાંકાનેરમાં હરસિદ્ધી હોટલ પાસે પોલીસે બે કારમાંથી વિદેશી દારૂની 472 બોટલો સાથે...

વાંકાનેરમાં હરસિદ્ધી હોટલ પાસે પોલીસે બે કારમાંથી વિદેશી દારૂની 472 બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિના કોમ્બીંગ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન વાંકાનેરની હરસિદ્ધી હોટલ નજીક રોડ પરથી પસાર થતી એક મારૂતિ સ્વીફ્ટ કાર તથા એક મારૂતિ ઇકો કારને શંકાના આધારે રોકવામાં આવી હતી. તપાસ કરતા બંને વાહનોમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની નાની-મોટી મળી કુલ 472 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 3,96,850 થતી હતી.

પોલીસે દારૂ સાથે મારૂતિ સ્વીફ્ટ કાર (અંદાજિત કિંમત રૂ. 3,00,000), મારૂતિ ઇકો કાર (અંદાજિત કિંમત રૂ. 4,00,000) તેમજ ચાર મોબાઇલ ફોન (કિંમત રૂ.12,500) સહિત કુલ રૂ.11,09,350નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ કાર્યવાહી દરમ્યાન પોલીસે દિપાલ મુકેશભાઈ સંખેસરીયા (ઉંમર 22) રહે. હરસિદ્ધી હોટલ નજીક, વાંકાનેર, બાદલ રસીકભાઈ કાંજીયા (ઉંમર 24) રહે. લાભનગર-2, ધરમપુર રોડ, મોરબી તથા ઇન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી (ઉંમર 23) રહે. કેરાળા, તાલુકો વાંકાનેર, જિલ્લા મોરબી એમ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલાં આરોપીઓની પુછપરછ દરમિયાન વધુ એક વ્યક્તિ હરદીપભાઈ કાઠી રહે. થાન મફતીયાપરા, જિલ્લા સુરેન્દ્રનગરનું નામ ખુલ્યું હતું. ત્યારબાદ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW