HomeGujaratમોરબી 181 અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી, ભૂલી પડેલી બાળકીનું તેના પરિવાર સાથે...

મોરબી 181 અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી, ભૂલી પડેલી બાળકીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું

બાળકી અને તેના પરિવારને એકત્ર કરાવવામાં મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ, ચાઈલ્ડ હેલ્પલાઇન (1098) તથા જનરક્ષક (112) ટીમે સરાહનીય કામગીરી કરી છે.

181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, આશરે બાર વર્ષની ઉંમરની એક બાળકી રસ્તા પર એકલી અને ગભરાયેલ હાલતમાં મળી આવી છે. તેમજ તેને પરિવાર સુધી પહોંચાડવા તાત્કાલિક મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રમીલાબેન તથા પાયલોટ મહેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

સ્થળ પર પહોંચ્યા બાદ બાળકી ખૂબ ડરી ગયેલી હોવાથી કોઈ માહિતી આપી શકતી ન હતી. ટીમ દ્વારા સૌપ્રથમ બાળકીને સાંત્વના આપી વિશ્વાસમાં લઈને સરળ રીતે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રાથમિક માહિતી ન મળતા ચાઈલ્ડ હેલ્પલાઇન (1098) અને જનરક્ષક (112) ટીમ સાથે સંકલન કરી બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઘણા પ્રયાસો બાદ બાળકીના પરિવારજનો મળી આવ્યા હતા. કાઉન્સિલિંગ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ ઓડિસાના રહેવાસી છે અને મોરબીમાં એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા છે. કામમાં વ્યસ્ત હોવાના કારણે બાળકી જાણ કર્યા વગર બહાર નીકળી ગઈ હતી અને રસ્તો ભૂલી જતા પરિવારથી અલગ પડી ગઈ હતી. પરિવારજનોએ પોતાની દીકરી માટે આસપાસ ઘણી જગ્યાએ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ માહિતી ન મળતાં તેઓ પણ ચિંતિત હતા.

પોલીસ અને હેલ્પલાઇન ટીમ દ્વારા બાળકીના તમામ આધાર પુરાવા તપાસી, પરિવારને જરૂરી સલાહ, માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી તથા આગળથી બાળક પ્રત્યે વધુ સાવચેતી રાખવા સમજાવવામાં આવ્યા હતા. અંતે બાળકીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવી મોરબી 181 અભયમ, ચાઈલ્ડ હેલ્પલાઇન અને જનરક્ષક ટીમે માનવતાભર્યું અને પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW