HomeGujaratવાંકાનેર પાસે સિરામિક કારખાનામાં મજૂરીના બાકી લેણાં મુદ્દે કોન્ટ્રાક્ટરે શ્રમિકો સાથે મળી...

વાંકાનેર પાસે સિરામિક કારખાનામાં મજૂરીના બાકી લેણાં મુદ્દે કોન્ટ્રાક્ટરે શ્રમિકો સાથે મળી તોડફોડ કરનાર 10 શખ્સની ધરપકડ

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ ક્રુશો ગ્રેનીટો પ્રા. લી. કારખાનામાં અગાઉ મજૂરીનો કોન્ટ્રાક્ટ રાખી કામ કરતા કોન્ટ્રાકટર સહિત ચાર ઈસમએ મજૂરીના બાકી પૈસા મામલે અજાણ્યા આઠ માણસ સાથે કારખાનામાં પ્રવેશી, કર્મચારીઓને ડરાવી ધમકાવી તોડફોડ કરી આઇસર વાહનમાં કિંમતી સામાન ભરી નાસી જવાનો પ્રયાસ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી સામાનને કારખાના બહાર જતા અટકાવી આ મામલે કારખાનેદારની ફરિયાદ પરથી 12 ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગણતરીના કલાકોમાં જ 10 શખ્સની અટકાયત કરી લીધી હતી.

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ ક્રુશો ગ્રેનીટો પ્રા. લી. નામના કારખાનામાં મજૂરી કોન્ટ્રાક્ટના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે અગાઉ મજૂરી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ભીષ્મ પાન્ડે, પ્રકાશભાઈ ભરવાડ, શશીપ્રકાશભાઈ સહિત 8 અજાણ્યા ઇસમએ મજૂરીના બાકી રૂપિયા લેવા માટે આઇસર વાહન નં. GJ-23-Y-7412 સાથે કારખાનામાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી કારખાનેદારની ગેરહાજરીમાં આરોપીઓએ ત્યાં હાજર કર્મચારીઓને ડરાવી-ધમકાવી કારખાનામાં તોડફોડ કરી હતી

તેમજ કિંમતી સામાન આઇસર વાહનમાં ભરી કારખાનેદારને જંગી નુકસાની પહોંચાડી હતી. જેથી આ મામલે કારખાનેદાર આનંદભાઈ રમેશભાઈ વાધડીયા એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં 12 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ કારખાનામાં તોડફોડ કરનાર ૧૨ પૈકી ૧૦ આરોપીઓને પોલીસે ઝડપી પાડી પાડવાના

 

ઝડપી લેવામાં આવેલા આરોપીઓમાં ભીષ્મ સન/ઓફ રાજવલી પાન્ડે, પ્રકાશભાઇ કાનાભાઈ સરૈયા, હીરાલાલભાઇ જગદીશભાઇ પરમાર, માંગીરામ સન/ઓફ જયપાલ પંધાલ, ચન્દ્રભુષણ બચુભાઇ જેસ્વાલ, સદામભાઇ અયુબભાઇ શાહમદાર ફકીર , અકબરભાઇ સલીમભાઇ શાહમદાર જાતે ફકીર , કામીલશા ઉર્ફે કાળુભાઇ અબ્દુલકરીમ બાનવા , શશીપ્રકાશસીંગ દસરથસીંગ અને સોમુકુમાર વીરેન્દ્ર રામનો સમાવેશ થાય છે. અન્ય બે અારોપી કે જે ફરાર છે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. મજૂરીના બાકી લેણાં મુદે કોન્ટ્રાક્ટરે અન્ય શ્રમિકો સહિત 11 લોકો સાથે કારખાનામાં ધસી જઇને તોડફોડ કરી હતી.

 

 

 

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW