HomeGujaratવાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર મહિલાનું...

વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર મહિલાનું મોત

વાંકાનેરના સરતાનપર-માટેલ રોડ પર RJ-01-GD-3745 નંબરના ટ્રકના ચાલકે બેદરકારી અને અતિઝડપે વાહન ચલાવી રહ્યો હતો. આ દરમિયાન આગળ જઈ રહેલ ફરિયાદી હિંમતભાઈની GJ-13-BC-3612 નંબરની બાઈકને જમણી બાજુથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે બાઈક પર પાછળ બેઠેલી હિંમતભાઈની પત્ની તેમજ હિંમતભાઈ બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં હિંમતભાઈની પત્નીને ટ્રક હડફેટે આવી જતા શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે RJ-01-GD-3745 નંબરના ટ્રક ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW