HomeGujaratમોરબી જિલ્લામાં આગામી 5 દિવસ આકરી ઠંડીની આગાહી તાપમાન 8 થી 9...

મોરબી જિલ્લામાં આગામી 5 દિવસ આકરી ઠંડીની આગાહી તાપમાન 8 થી 9 ડીગ્રી સુધી ગગડે તેવી શક્યતા…

રાજ્યમાં લાંબા સમય બાદ શિયાળો પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરુ કર્યું છે. ઉતર પૂર્વ તરફ થી આવતા કાતિલ ઠંડા પવનનું જોર વધતા સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આવનાર સપ્તાહમાં ઠંડીનું વધુ જોર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા દર્શાવી છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધી વહેલી સવારે લઘુતમ તાપમાન 12 થી 13 ડીગ્રી અને બપોરના સમયે મહત્તમ તાપમાન 30થી 32 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. જોકે શનિવારથી આગામી 5 દિવસ સુધી તાપમાન વધુ જવાની આગાહી જુનાગઢ કૃષિ યુનિવર્સીટી સંચાલિત કૃષિ મોસમ સેવા વિભાગ દ્વારા તા 10થી 14 જાન્યુઆરી સુધી પવનની ગતિ 15થી 19 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂકતા ઠંડી પારો વધુ ગગડે અને લઘુતમ તાપમાન 8 થી 9 ડીગ્રી સેલ્સીયસ સુધી ગગડી શકે છે. જયારે મહતમ તાપમાન પણ 27 થી 28 ડીગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા સેવાઈ રહી છે. ભેજનું પ્રમાણ પણ સવારના સમયે 50 થી 55 ટકા જયારે બપોરના સમયે 20 થી 25 ટકા વચ્ચે રહેવાની શક્યતા રહેવાની શક્યતા સેવાઈ રહી છે.

 

 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW