મોરબી-નવલખી હાઈવે રોડ પર નાના દહીંસરા ગામના પાટીયા નજીક ગત તા.08/01/2026ના રોજ GJ-36-T-4499 નંબરના ટ્રક ચાલકે તેનો ટ્રક પુરઝડપે બેદરકારીથી મનુષ્યની જીંદગી ઝોખમાય તે રીતે ગફલત ભરી રીતે ચલાવી વળાંક લઇ રોડ ઉપર ચડતા એકદમ સામે આવી જઇ GJ-36-AP-0287 નંબરની ઇકો કારને અથડાવી દેતા હારૂનભાઇ હાજીભાઇ જામને શરીરે સામાન્ય ઇજા પોંહચાડી તથા ઇકો કારના ડ્રા ઇવરને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પોંહચાડતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસે તે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

