વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લામાં 3,540 એકરમાં ફેલાયેલી 13 નવી GIDCની જાહેરાત કરી છે. જે જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં બનશે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ન્યૂઝ પેપરવાળા હાજર હશે. એકવાર મેં કહેલું કે હું જોઈ શકું છું કે, મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિનિ જાપાન બનશે. ત્યારે મારી બહુ મજાક ઉડાવી હતી. આજે મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું.
સૌરાષ્ટ્ર-કચ્છ શીખવે છે કે, પડકાર ગમે એવો કેમ ન હોય, જો મહેનતને વળગી રહેવામાં આવે તો સફળતા જરૂરથી મળે છે. કચ્છમાં ભીષણ ભૂકંપ આવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડતો હતો. વીજળીનું ઠેકાણું નહોતું અને પાણી માટે કિલો મીટર સુધી બહેનો જતી હતી. આજે જે 20 વર્ષના છે તેમણે માત્ર તેની કહાનીઓ જ સાંભળી છે. એ સમયે લાગતું હતું કે, આ સ્થિતિ ક્યારેય બદલશે નહીં પણ ઇતિહાસ સાક્ષી છે અને સમય બદલે છે અને જરૂર બદલે છે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોએ પરિશ્રમથી પોતાનું નસીબ બદલ્યું છે.
ધોલેરામાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેસિલિટી તૈયાર થઈ રહી છે. તમારું રોકાણ વધારવા માટે આ ક્ષેત્રમાં જમીન તૈયાર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે અને વિઝન લાંબા ગાળાનું છે. કચ્છમાં 30 ગીગાવોટનો રિન્યૂએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. આ દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ એનર્જી પાર્ક હશે. આ પાર્ક પેરિસથી પણ ત્રણ ગણો મોટો છે.
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને 1 મુખ્ય ઇનોગ્રાલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ સમિટમાં 350 જેટલા વિદેશી ડેલિગેટ સહિત કુલ 5,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છે, તથા રિલાયન્સ, અદાણી, ટાટા, ન્યારા જેવી અનેક કંપનીઓ પણ ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ MOU કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના 2047ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારની એક આ નવી પહેલ છે જેના થકી વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટથી ગિરનારની ગરિમા, સોમનાથનું સત, સાવજની ડણક, સફેદ રણનું સૌંદર્ય અને હુન્નરોની હારમાળાને વૈશ્વિક ઓળખ મળશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છનો વ્યાપ વધશે જેમાં ઉદ્યોગોની સાથેસાથે પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો હાથ ધરાશે.
રાજકોટની અનેક કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગન બુલેટ્સ, રિવોલ્વર, રાઇફલ, બોમ્બ સેલ, હેન્ડ બોમ્બ શેલ, એરક્રાફ્ટ, એરોસ્પેસ કોમ્પોનન્ટ, ટેક્નોલોજી તથા મશિનરી બનાવી રહી છે તેને વેગ આપવા માટે ‘આત્મનિર્ભર ભારત ઇન ડિફેન્સ’ સાથે નવી દિશાને ધ્યાનમાં રાખી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ડિફેન્સ પોલિસીમાં રાહતો સાથે એરો સ્પેસ પોલિસીની રજૂઆત થઇ શકે છે. ડિફેન્સ ઉત્પાદનોમાં ગુજરાત અને રાજકોટ મહત્વના સ્થાન તરીકે ઉભરી રહ્યું છે. આ સેગમેન્ટને વેગ આપવા માટે સમિટમાં સરેરાશ 10,000 કરોડથી વધુના MOU થાય તેવો અંદાજ છે.
કચ્છ-સૌરાષ્ટ્રનું એક મોટું સામર્થ્ય છે. આ પ્રદેશ ભારતના વર્લ્ડ ક્લાસ પોર્ટથી ભરેલું છે. ભારતના એક્સપોર્ટ્સનો મોટો હિસ્સો અહીંથી જ જાય છે. પીપાવાવ અને મુન્દ્રા જેવા પોર્ટ્સ ઓટોમોબાઈલ એક્સપોર્ટ્સના મેજર હબ બની ગયા છે. ગત વર્ષે ગુજરાતના પોર્ટ્સ પરથી પોણા બે લાખ વ્હીકલની નિકાસ થઈ છે.


