મોરબીના નાની વાવડી રોડ પર આવેલી સમજુબા સોસાયટીમાં રહેતા સંદીપભાઈ મધુસુદનભાઈ હાઈ જાનની નામના 34 વર્ષ યુવક ગત તારીખ 26 ડિસેમ્બરના રોજ રાત્રિના 10 વાગ્યાની આસપાસ તેમના જીજે 36 એ3919 નંબરનું એકટીવા લઈને મોરબીના નાની કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન લીલાપર ગામ પાસે લાડલી પાર્ટી પ્લોટ સામેના ભાગે આવેલા રોડ પર અચાનક બમ્પ આવી જતા તેઓએ બ્રેક મારી હતી જોકે બ્રેક મારતા સંદીપભાઈએ એકટીવા પર નો ગુમાવ્યો હતો અને ત્યાં પટકાયા હતા. આ ઘટનામાં તેઓને છાતીના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું .બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતક યુવક સામે બેદરકારી થી બાઈક ચલાવવી બાઇક પરથી કાબુ ગુમાવવા અને મોત નીપજવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

