મોરબી જિલ્લામાં વીજચોરીને ડામવા પીજીવીસીએલ એક્શન મોડમાં આવ્યું હોય તેમ રાજકોટ અને વડોદરા અમે અલગ અલગ બે જીલ્લાની વિજલન્સ ટીમ દ્વારા મોરબી જિલ્લામાં ધામા નાખવામાં આવ્યા હતા અને વીજ ચોરી કરતા તત્વો સામે કડક એક્શન લેવામાં આવ્યા હતા 5 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી દરમિયાન જિલ્લાના પાંચેય તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મહાનગર અને નગર પાલિકા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કુલ રૂ 1.45 કરોડની વીજ ચોરી પકડી વીજચોરી કરનારને દંડ ફટકારવામાં આવ્યો હતો.
તા 5 જાન્યુઆરી ના રોજ મોરબી શહેરમાં 29 ટીમ દ્વારા 503 રહેણાંક મકાનની ચકાસણી કરી 42 મકાનમાંથી રૂ 34.46 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી તો તા 6 ના રોજ 42 અલગ અગલ ટીમે મોરબી અને હળવદ ડીવીઝન અંતર્ગત આવતા ટંકારા જેતપર અને હળવદ સબ ડીવીઝન વિસ્તારમાં 262 રહેણાંક જયારે 76 કોમર્શીયલ એમ કુલ 338 કનેક્શન તપાસ કરતા તેમાંથી 56 જેટલા કનેક્શનમાં રૂ ૪૨.૬૨ લાખની ચોરી. તા ૭ ના રોજ થયેલા 34 ટીમે હળવદ અને ચરાડવામાં 288 રહેણાંક અને 10 કોમર્સીયલ મળી 298 કનેક્શન તપાસ કરતા તેમાંથી કુલ 43 કનેક્શનમાં રૂ 28 .28 લાખનીવીજ ચોરી પકડાઈ હતી તા 8ના રોજ ૩૩ ટીમે વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 253 રહેણાંક અને 27 કોમર્શીયલ કનેક્શન તપાસતા તેમાંથી 45 કનેક્શનમાં 26 .03 લાખની ગેરરીતી સામે આવી હતી જયારે શુક્રવારે 27 ટીમે 155 કનેક્શન તપાસી31 રહેણાંક એક કોમર્શીયલ અને એક કૃષિ એમ 33 કનેક્શનમાં 13.91 લાખ ની વીજ ચોરી સામે આવી હતી.

