HomeGujaratટંકારા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશન અંગે સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ, 15 પ્રોહીબીશન કેસ...

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશન અંગે સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ, 15 પ્રોહીબીશન કેસ નોંધાયા, 109 લીટર દેશી દારૂ જપ્ત

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન વાંકાનેર ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનોના અધિકારી તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી અને ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ સરપ્રાઇઝ કોમ્બીંગ દરમ્યાન પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડી કુલ 15 જેટલા સફળ કેસો નોંધવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં દેશી દારૂના કબજાના 13 કેસ તથા પીધેલાના 2 કેસ મળી કુલ 15 પ્રોહીબીશન કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 109 લીટર દેશી દારૂ, કિમત અંદાજે રૂ. 21,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસોમાં સંડોવાયેલા 13 ઈસમો ભરતગીરી પ્રભાતગીરી ગૌસ્વામી, અમૃતભાઈ નાગજીભાઈ ચૌહાણ, હસીનાબેન રફીકભાઈ પંજવાણી, અમૃતભાઈ આલાભાઇ ચાવડા, મનીષભાઈ બરકતઅલી પંજવાણી, જયાબેન કરમશીભાઈ વાઘેલા, અમરતબેન મનજીભાઈ વાઘેલા, પારૂલબેન રાયધનભાઈ વાઘેલા, અજયભાઈ વિરજીભાઈ વાઘેલા, રજાકભાઈ હસનભાઈ મકવાણા, હરજીવન ઉર્ફે હરીભાઈ રવજીભાઈ ચાવડા, સોનીબેન ધારશીભાઇ સાડમીયા અને મનીષાબેન નવધણભાઈ સાડમીયા સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW